
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. કોટવાળીયા સમાજ ના કારીગર લુપ્ત થતી પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. અદાણી ફાઉન્ડેશન દહેજનો સહયોગ મળ્યા બાદ અનેક નવા આયામો તેમના કાયૅ અને ઝુંબેશમાં વધારો થયો છે. હાથા કુંડીમાં રહેતા વજીર કોળવાળિયાએ કોટવાળિયા સમાજને આગળ લાવવા તેમજ રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હાથાકુંડી સહિત સાત ગામમાં ૭૦૦ જેટલા કોટવાળિયા સમાજના કુટુંબ રહે છે. તેમાંથી ૨૦૦ જેટલા લોકોને રોજગારી આપવામાં આવી છે. જે પોતાના હાથની કળાથી બાંબુ વાસ માંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. ગુજરાતમાં અંદાજે ૧૪૩ ગામમાં કોટવાળિયા સમાજ રહે છે. જેમાં બાંબુ વાસમાંથી વસ્તુ બનાવવામાં સૌથી વધુ હેન્ડીક્રાફ્ટ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા હાથાકુંડીમાં કોટવાળિયા સમાજ બનાવે છે. કોટવાળિયા સમાજ શરૂઆત થી જ જંગલ પર નિર્ભર હતા અને વાસ માંથી પહેલા ટોપલી અને ટોપલા સુપડા બનાવતા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૧ બાદ સુસોબંધની વસ્તુ જેવી કે હેન્ડીક્રાફ્ટ- દીવાલ હેંગિંગ, ફર્નિચર, લેટરપેડ સહિતની અન્ય વસ્તુ બનાવતા થયા છે. હાલ ફર્નિચરમાં 36 જાતની વસ્તુઓ તેમજ ક્રાફ્ટ માં ૧૮૦ જાતની વસ્તુઓ મળી કુલ ૨૨૦ જાતની બાંબુ વાસમાંથી વસ્તુ બનાવવામાં આવે છે. જેની માગ દેશભરમાં વધી રહી છે. જ્યારે આગામી દિવસમાં વિદેશમાં પણ હેન્ડિક્રાફ્ટનું ફેસ્ટિવલ યોજાશે. તેવું વજીર કોટવાળિયાએ જણાવ્યું હતું. આમ વજીરભાઈએ કોળવાળિયા સમાજને રોજગારી તેમજ આત્મનિર્ભર બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.
વજીર કોટવાળીયએ બાંબુ વાસ માંથી બનવતી વિવિધ વસ્તુમાં ફિનિશિંગ સારું મળી રહે તે માટે ગામ માજ વર્કસોપ બનાવ્યું છે જેમાં કેટલીક મશીનો લગાવવામાં આવી છે. જેથી ૫૦ ટકા જેટલી કામગીઋ મશીન અને ૫૦ ટકા કામગીરી કોટવાળિયા સાંજના લોકો જાતે કરશે. અને એક સાથે ૧૦૦ જેટલા લોકો કામ કરી શકશે. ટૂક સમયમાં વર્કશોપ ચાલુ કરવામાં આવશે.
કોટવાળિયા સમાજને બાંબુ વાસ માથી વસ્તુઑ બનાવવા માટે આદિજાતિ વિકાસના ટ્રાઇફેડ માથી જણાવવામાં આવે છે. અને ત્યાર બાદ બનેલી વસ્તુ સીધી તેમને આપવામાં આવે છે. આમ ગત વર્ષે બાંબુ વાસ માંથી બનાવેલી નાની મોટી મળીને અંદાજે ૧૦ થી ૧૨ હજાર વસ્તુ બાંબુ વાસમાંથી બાવાનીને ટ્રાઇફેડ માં મોકલવામાં આવે છે.
મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ન્યુ દિલ્હીમાં જનજાતિ કાર્ય મંત્રાલય ટ્રાઇફેડ ભારત સરકારે આદિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ ટ્રાયબલ નેશનલ ફેસ્ટિવલમાં આખા ભારત દેશમાંથી ૨૮ રાજ્યોના હસ્ત કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી બામ્બુ હેન્ડીક્રાફ્ટ હસ્ત કલાકાર વજીર કોટવાળીયા અને સુરતાબેન કોટવાળીયાને પ્રથમ નંબર આવતા નેશનલ એવોડ અપાયો હતો.
બાંબુ વાસની વસ્તુ બનાવવાની કામગીરી પરંપરાગત રીતે કરતા આવ્યા છે. આધુનિક સમયમાં વર્ષ ૨૦૦૧ થી બદલાવ કરી જે સુપડા ટોપલી બનાવતા હતા તેને બદલીને ફર્નિચર બનાવવા પર ગયા છે. આખા દેશમાં બાંબુ વાસ માંથી બનાવેલી વસ્તુની માગ વધી રહી છે. તેમજ આગામી સમયમાં વિદેશમાં પણ કોટવાળિયા સમાજના લોકોએ બાંબુ વાસ માંથી બનાવેલી વસ્તુઓ ફેસ્ટિવલમાં મુકાશે. જેમાં ઓસ્ટ્રેલિયા, થઈલેંડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા માં પણ ફેસ્ટિવલનું આયોજન કરવામાં માટે ચર્ચા ચાલી રહી છે.- વજીર કોટવાળિયા, પ્રમુખ કોટવાળીયા સમાજ



