
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરુચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર નું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાય હતી.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નેત્રંગ પોલીસ મથક ખાતે વાર્ષીક ઈન્સપેક્શન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ સ્ટેશન ની વિવિધ કામગીરી ની ચકાસણી કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. નેત્રંગ ના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે બાદ લોક દરબાર યોજાયો હતો.જેમાં ટ્રાફિક, પેટ્રોલિંગ, સહિત મહેકમ ના પ્રશ્ને સ્થાનિકોની રજુઆત સાંભળી પોલીસ અધિક્ષકે તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ, સરપંચો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.



