અંકલેશ્વર: મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ

સમીર પટેલ, ભરૂચ
મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના એક ગામનો ચકચારી બનાવ, મદ્રેસાના મૌલવીએ આચાર્યુ દુષ્કર્મ, હિન્દૂ મહિલાને નિશાન બનાવી દુષ્કર્મ આચાર્યુ, પોલીસે મૌલવીની કરી ધરપકડ, સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચરાયું
અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડી ને આવેલ એક ગામમાં રહેતી હિંદુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝ્વદ બેમાતના જોડે થયો હતો.જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે અને લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી. જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત 9 મી નવેમ્બરના રોજ મદ્રેસા ખાતે આવેલ તેના ઘરે બોલાવી હતી અને સુગંધી પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઇ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું ત્યાર બાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહિ કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. આરોપી મૌલવી કેનેડાનો સીટીઝન હોવાનું બહાર આવ્યું છે તેણે અન્ય મહિલાઓને પણ નિશાન બનાવી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



