ભરૂચમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ઝોન કોંગ્રેસના ભરુચ-નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ

સમીર પટેલ, ભરૂચ
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ભરુચના વગુસણા ખાતે ભરુચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.જેમાં સંગઠન લક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટે ના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં સારો દેખાવ કરી સત્તા મેળવીશુ આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઇ હોવાનું કહ્યું હતું.તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહા અઘાડી ગઠબંધને કરેલા દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચુંટણીમાં આ કરતા પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
શક્તિસિંહે ભાજપ સાસકો પર કર્યા આકરા પ્રહાર આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પુર રાહત,લેન્ડ લુઝરસને નોકરી,પ્રદૂષણ, ટ્રાફિક સહિતની સમસ્યાઓની પ્રજ્જનોને પડતી હાડમારી ઉપરાંત ભાજપ સરકાર પર બેવડા માપદંડ નો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ પરના અત્યાચારના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચીવ ઉષા નાયડુ,વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા,AICC મેમ્બર મુમતાઝ પટેલ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, મીડીયા પ્રવકતા નાઝુ ફડવાલા,પૂર્વ પ્રમુખ પરીમલસિંહ રણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




