ભરૂચ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ:ભાજપના સ્થાપના દિવસે 150થી વધુ લોકોએ કેશરીયો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 150થી વધુ લોકોએ પાર્ટીમાં જોડાણ કર્યું હતું.
સેજલ દેસાઈની આગેવાનીમાં નવા સભ્યોએ પાર્ટીનો ખેસ ધારણ કર્યો. નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો અને વિવિધ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ જોડાણથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો હાજર રહ્યા. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની વિકાસયાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે.
પ્રકાશ મોદીએ નવા સભ્યોને શુભેચ્છા પાઠવી. તેમણે પાર્ટીના સિદ્ધાંતો પર અડગ રહીને કામ કરવાની અપીલ કરી. ભાજપના સાદગીભર્યા, દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્રપ્રથમના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને લોકોએ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.




