ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે “સંવિધાન બચાવો દિવસ” તરીકે મનાવાયો

સમીર પટેલ, ભરૂચ
આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી
ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે “સંવિધાન બચાવો દિવસ” તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




