BHARUCHBHARUCH CITY / TALUKO

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.

સમીર પટેલ, ભરૂચ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ૧૫૦મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતા દિવસની ઉજવણી જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. જે પ્રસંગે રાષ્ટ્રિય એકતા દિવસ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાષ્ટ્રિય એકતા અને અખંડતા પ્રત્યે લોખંડી પુરૂષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલનાં અદમ્ય સંકલ્પ, દુરદ્રષ્ટિ અને સંગઠન શકિતને ઉજાગર કરી સંસ્થાની વિદ્યાર્થીની બહેનો સ્ટાફગણ તેમજ રિસોર્સપર્શનની હાજરીમાં શપથ ગ્રહણ લાઈવલી હુડ કો.ઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્નાબેન કઠોલીયાએ લેવડાવ્યા હતા દેશને એક સૂત્રમાં બાંધવા તથા ભારત દેશ શશકત આત્મનિર્ભર અને વિકસિત બને તેવી અભ્યર્થના સેવી હતી.
નિયામકશ્રી ઝયનુલ સૈયદે કાર્યક્રમની સફળતા અંગે શુભ સંદેશ આપ્યો કે આપણે સૌ શ્રી સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉપર શુભ સંકલ્પ કરીએ છીએ જે ફળિભૂત થાય.
અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!