NIT સુરત ખાતે NCC ડિફેન્સ એક્સ્પોનું આયોજન – ભરૂચના સેજલ કાપડિયાની વિશેષ હાજરી



સમીર પટેલ, ભરૂચ
સુરત સ્થિત National Institute of Technology Surat ખાતે NCC દ્વારા ડિફેન્સ એક્સ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના “મોમ્સ ઓફ ભરૂચ”ના ફાઉન્ડર સેજલ કાપડિયાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
NCCના કેડેટ્સ માટે પ્રેરણા અને જાગૃતિ લાવવા હેતુસર સેજલ કાપડિયાએ પોતાના અનુભવ અને માર્ગદર્શન દ્વારા યુવાઓને દેશસેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમની હાજરીએ કેડેટ્સમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધાર્યો હતો.
આ ત્રણ દિવસીય NCC ડિફેન્સ એક્સ્પોમાં વિવિધ સેનાના જીવંત પ્રદર્શન (ડેમોસ્ટ્રેશન) યોજાયા હતા. જેમાં ખાસ કરીને Indian Army
Indian Navy.Indian AirForce
દ્વારા અલગ-અલગ એક્ઝિબિશન અને ડેમો રજૂ કરવામાં આવ્યા હતા.
એક્સ્પોમાં યુવાનો માટે અનેક સાહસિક અને રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમ કે ઝિપ લાઇનર, પેઇન્ટ બોલ, આર્ચરી અને રાઇફલ શૂટિંગ, જેમાં કેડેટ્સ તથા મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
૩, ૪ અને ૫ એપ્રિલ દરમ્યાન યોજાયેલ આ NIT NCC ડિફેન્સ એક્સ્પો સર્વ સામાન્ય જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેથી લોકો ભારતીય સેનાની કાર્યશૈલી અને સક્ષમતાને નજીકથી જાણી શકે.
આ કાર્યક્રમ દેશભક્તિની ભાવના જાગૃત કરતો અને યુવાઓને સેનામાં જોડાવા પ્રેરિત કરતો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.




