બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પ્રેરિત ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમત SGFI એથ્લેટીક્સ સ્પર્ધા વર્ષ ૨૦૨૫-૨૬ માં ભાઈઓ/બહેનોની રાજય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૨/૯/૨૦૨૫ થી ૨૭/૯/૨૦૨૫ સુધી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડીયાદ ખાતે યોજાય હતી. જેમાં કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલય શણકોઈ તા.નેત્રંગ જી.ભરૂચની ૬ વિદ્યાર્થીનીઓએ અં-૧૭ માં અને ૮ વિદ્યાર્થીનીઓએ અં-૧૯ માં ભાગ લીધો હતો. અં-૧૭ માં વસાવા સ્વેતલબેન ચક્રફેંક, વસાવા સંજના ઊંચી કૂદ્દ, વસાવા કોમલબેન ગોળા ફેક, વસાવા નીશાબેન બરછી ફેંક, ચૌધરી પ્રિયાંસી લંગડી ફાળકૂદ તથા વસાવા સેજલ ૩૦૦૦મી દોડમાં ભાગ લઈ પોતાનું કૌશલ્યનું પ્રદર્શિત કર્યુ હતું.
જયારે અં-૧૯ માં વસાવા શીતલ ચકફેક, વસાવા રોજની ઊચી કૂદ અને ૮૦૦ મી દોડ, વસાવા રાધિકા ૧૦૦મી. દોડ, વસાવા દિપીકા ૧૫૦૦મી દોડ, વસાવા સંજના ગોળા ફેક, વસાવા કૌશલ્યા લંગડીફાળ કૂદ, વસાવા હિરલ લાંબીકૂદ, તથા વસાવા રવિના બરછી ફેંકમાં ભાગ લીધો હતો. આમ, કે.જી.બી.વી શણકોઈની ૧૪ વિદ્યાથીનીઓએ વ્યાયામ શિક્ષિકા જયાબેન અને કોચ મુલાયમ સરના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈમ રાજય કક્ષાએ ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્ત્વ કર્યુ હતું. જેમાંથી અં-૧૯ માં વસાવા રવિનાબેન રાકેશભાઈ એ રાજય કક્ષાએ બરછી ફેંકમા સિલ્વર મેડલ મેળવ્યો છે. વસાવા રવિનાએ સિલ્વર મેડલ મેળવી ભરૂચ જીલ્લાનું, નેત્રંગ તાલુકાનું તથા કે.જી.બી.વી શણકોઈનું ગૌરવ વધાર્યુ છે.