
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.પી.પારેખ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ટ્રાફિક જાગૃતિ વિકાસ સપ્તાહની ઉજવણી ફાઇન નહી ફુલ આપી કરવામાં આવી હતી.
જેમાં પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને દંડ નહી પરતું ગુલાબનું ફુલ આપી રાહદારીઓને ટ્રાફિકના નિયમનું પાલન કરવા જાગૃત કર્યા હતા. જે કામગીરીમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા.


