
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથક દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગામોના સરપંચો સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.રાજ્ય સ્તરેથી ગુજરાતના તમામ પોલીસ મથકોને એક પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છેકે દરેક પોલીસ મથકોએ તેમના વિસ્તારમાં આવતા ગામોના સરપંચો સાથે પરિંસંવાદ કાર્યક્રમ યોજવો. તેના અનુસંધાને નેત્રંગ પોલીસ મથકમાં પીઆઇ આર.સી.વસાવાના અધ્યક્ષસ્થાને પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં ગામડાઓમાં પોલીસ અધિકાર ક્ષેત્રને લગતી કોઇ ઘટના બને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસની મદદ મેળવવી જેવા મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છેકે ગામડાઓમાં અસામજિક તત્વોની સમસ્યા,બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ,સ્ત્રી અત્યાચારનો મુદ્દો,વિવિધ જાહેર પ્રશ્નોના નિવારણનો મુદ્દો સહિતની વિવિધ બાબતોમાં પોલીસની મદદ મેળવવી તેમજ લોન મેળા જેવા કાર્યક્રમ યોજવા ઉપરાંત યુવાનોને રોજગારી મળે તેવા વિવિધ મુદ્દાઓને આ પરિસંવાદમાં આવરી લઇને તે માટે ચર્ચા કરવામાં આવી,તેમજ આવી કોઇ ઘટના કે સમસ્યા સર્જાય તો પોલીસની સમયસર મદદ મેળવીને તેનું નિવારણ કરવું તેમ સમજ આપવામાં આવી.ઉપસ્થિત સરપંચોએ પોલીસ દ્વારા આયોજિત પરિસંવાદ કાર્યક્રમમાં જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.અંતે પોલીસ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો.


