DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક – કમ- કુકની ભરતી કરાશે

સંચાલક - કમ- કુકની ખાલી જગ્યા માટે તા. ૧૧ નવેમ્બરથી તા. ૧૬ નવેમ્બર સુધી અરજી કરી શકાશે

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક – કમ- કુકની ભરતી કરવાની છે.  અરજી કરવા માટે ઉમેદવારે નીયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, ખંભાળિયા ખાતેથી રૂબરૂ જઇ મેળવવાના રહેશે. અરજી કરવા માટેના ફોર્મ તા.૧૧/૧૧/૨૦૨૪થી તા. ૧૬/૧૧/૨૦૨૪ (કચેરી સમય દરમિયાન કામકાજના દિવસોમાં મધ્યાહન ભોજન શાખામાંથી) સુધીમાં મેળવી લેવાના રહેશે. ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૧૬/૧૧/૨૦૨૪ (સાંજના ૧૮:૧૦ સુધી) રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. ત્યારબાદ કરવામાં આવેલી અરજી સ્વીકાર્ય રહેશે નહીં.

        ખંભાળિયા તાલુકાની ભાડથર વાડી શાળા – ૩, આંબરડી પ્રાથમિક શાળા, બેલાવાડી પ્રાથમિક શાળા- શક્તિનગર, જંગલધાર પ્રાથમિક શાળા – કુવાડીયા, સુરજમોરી પ્રાથમિક શાળા – વીરમદળ, કોલવા વાડી શાળા -૨, જુની ફોટ વાડી પ્રાથમિક શાળા -૧, બજાણા વાડી શાળા -૨, સામોર વાડી શાળા -૩, લાલપરડા વાડી શાળા -૨, દાત્રાણા વાડી શાળા -૩, ઝાંકસીયા જમેરીયા વાડી શાળા -૨, વચલાબારા વાડી શાળા, સીમાણી કાલાવડ વાડી શાળા, સંધસર પ્રાથમિક શાળા (ખજુરીયા) – ખજુરીયા, ઢાંઢા વાડી શાળા – આથમણા બારા, બજાણા વાડી શાળા -૧, લાલપરડા વાડી શાળા -૩, મોતીસર વાડી શાળા – મોવાણ, બજાણા વાડી શાળા -૩માં સંચાલક – કમ- કુકની ભરતી કરવાની છે.

        આ ભરતી માટે શિક્ષણ વિભાગ, સચિવાલય ઠરાવ ક્રમાંક : મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર, તા.૦૩/૧૦/૨૦૧૬ના પરિપત્ર મુજબના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે, ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચુંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતાં હોય અથવા માનદ મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતાં હોય તેવી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, શાકભાજી/ મરી – મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ કે કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ અરજી કરી શકશે નહી,

        રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ ફરજિયાત રીતે નિવૃત્ત થયેલી, રૂખસદ પામેલી કે, બરતરફ કરાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહી, કોઈ પણ અન્ય જગ્યાએ માનદવેતન મેળવતી કે નોકરી કરતી વ્યક્તિ નિમણૂંકને પાત્ર ગણવામાં આવશે નહી, વકીલાત જેવો વ્યવસાય કરતા ના હોવા જોઈએ, ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે તે ગામના રહેવાસી છે તેનો તલાટી મંત્રીશ્રીનો અભિપ્રાય અરજી સાથે પ્રમાણિત નકલોમાં જોડવાના રહેશે તેમ મામલતદારશ્રી, ખંભાળિયાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!