
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો નેત્રંગ તાલુકો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા નેત્રંગના જીન બજાર પેટ્રોલ પંપ થી નેત્રંગ ચાર રસ્તા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.
બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાને દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે, આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે. ભારતીય જવાનોની વીરતા કાજે, નેત્રંગ ટાઉનમાં તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઊઠ્યો હતો.
આ તિરંગા યાત્રામાં સાંસદ મનસુખભાઈ વસાવા, પ્રકાશભાઈ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા આગેવાનો ગ્રામજનો જોડાયા હતા.



