
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાયન્સ કોલેજ ના અધ્યાપકે ગણવેશ વૃક્ષ ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કર્યું
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા જરૂરિયાત મંદ પાત્રીસ જેટલા રોહિત સમાજ ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ પ્રમુખ આગેવાનો વાલીઓ ની હાજરી મા સમાજની વાડી ધનસુરા ખાતે પ્રેરક પ્રવચન કરી ગ્લુકો બિસ્કીટ વૃક્ષો નું વિતરણ કર્યું. કાર્યક્રમનું સંકલન શિક્ષક વિમલ પ્રિયદર્શી એ કર્યું. અધ્યાપકે યમુના બચત ધિરાણ મંડળી મોડાસા દ્વારા સેવારત રવિવારીય પંચામૃત અલ્પાહાર યોજના મા શ્રમજીવીઓ માટે ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કર્યું.





