ભારતના 76 મા પ્રજાસત્તાક દિવસ ની પૂર્વસંધ્યા એ નબીપુરમાં ગુજરાતી પ્રાથમિક શાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો, શાળાના બાળકોએ મંત્રમુગ્ધ કર્યા, નબીપુર ગ્રામ પંચાયત ના ડે. સરપંચ સહિત સભ્યો હાજર રહયા.


સમીર પટેલ, ભરૂચ
આવતીકાલે સ્વતંત્ર ભારત પોતાનો 76 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જય રહ્યું છે જેના ભાગ રૂપે આજરોજ તારીખ 25 જાન્યુઆરી 2025 ને શનિવારના રોજ ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ બુનિયાદી કુમાર શાળા અને નબીપુર કન્યાશાળા દ્વારા નબીપુર કુમારશાળાના પ્રતાનગણ મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યા એ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમાં બંને શાળાના બાળકોએ દેશભક્તિ, વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રોગામો રજુ કરી હાજર જનમેદની ને મંત્રમુગ્ધ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં બંને શાળાની આચાર્યો દ્વારા પ્રજાસત્તાક દિવસ વિશે પોતાના વિચારો સાથે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ મા નબીપુર ગ્રામ પંચાયત ના ડે. સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહયા હતા જેમનું સ્વાગત બંને શાળા પરિવાર દ્વારા કરાયું હતું. નબીપુરના ગ્રામજનો તરફથી ખૂબજ પ્રતિસાદ મળતા બંને શાળાના આચાર્યાઓએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.




