BHARUCHJHAGADIYA

ઝઘડિયા થી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઝઘડિયા સેવાસદન પાસે ધોરીમાર્ગ પર ધોવાણ થયું 

ઝઘડિયા થી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઝઘડિયા સેવાસદન પાસે ધોરીમાર્ગ પર ધોવાણ થયું

ઝઘડિયા પંથકમાંથી ઓવરલોડ ખનીજ વાહનના વાહનોના કારણે રસ્તાઓ બેકાર થઈ રહ્યા છે, ૨૦૧૬ ના વર્ષથી ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ચાર માર્ગીય સરદાર પ્રતિમા ધોરીમાર્ગનો વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યાં તો ઠેર ઠેર ગોબાચારીના પોપડાઓ નીકળી રહ્યા છે, ઝઘડિયા ચાર રસ્તાથી સેવાસદન વચ્ચે નાળા ની પાસે ધોરીમાર્ગ પર પ્રથમ વરસાદે જ ધોવાણ થવા પામ્યું છે, ખૂબ મોટી માત્રામાં માટી ધસીને નીચે ખાડીમાં ધસડી પડી છે, જેથી માર્ગોનું બાઉન્ડીંગ તૂટી ગયેલ છે, જો તેનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ધોરીમાર્ગ તે જગ્યાએથી વધુ ધોવાશે તેમાં કોઈ બે મત નથી, સતત વ્યસ્ત રહેતા અને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ ધોવાણ થયેલ ધોરીમાર્ગ નું બાઉન્ડિંગ ફરીથી સમારકામ કરી મજબૂત બનાવે છે તે ઇચ્છનીય છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!