BHARUCHBHARUCH CITY / TALUKO

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિ રહી

*****

ભરૂચ- બુધવાર –  ભરૂચ જિલ્લાનાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર સુમેરા દ્રારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના કામ માટે જિલ્લાની તમામ વિધાનસભા મતવિભાગ માટે ૧૯૯ ઝોનલ ઓફીસરશ્રી અને ૧૯૯ જેટલા આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીનું આયોજન સુવ્યવસ્થિત તથા આયોજનબધ્ધ થાય તે હેતુસર ઝોનલ ઓફીસરની વિવિધ કામગીરીની પુર્વ તૈયારીઓને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન તેમજ સુચનો આપવા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, મામલતદાર કચેરી સામે, ભરૂચ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઝોનલ ઓફીસરશ્રી અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓને ચૂંટણીને લગતી કામગીરી અંગે માર્ગદર્શન આપી તેઓને સોંપવામાં આવેલ કામગીરી સુવ્યવસ્થિ તેમજ સમયમર્યાદામાં પુર્ણ કરવા તેમણે જણાવ્યું હતું.

મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નૈતિકા પટેલ, ભરૂચ (SLMTs) ધ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારનાં ઝોનલ ઓફીસરશ્રી અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.એસ.ગાંગૂલી, તેમજ તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!