ક્યુ.ડી.સી કક્ષાના કલા મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાએ ત્રીજો નંબર મેળવ્યો
13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાએ કયુ.ડી.સી. કક્ષાના કલા મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા ગુજરાત હાઇસ્કુલ પાલનપુર ખાતે યોજાઈ, જેમાં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના શિક્ષક શ્રીમતી નિમિષાબેન કે મોગરાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10 નો વિદ્યાર્થી ચૌહાણ સોહનકુમાર રમેશભાઈએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં તેણે ત્રીજો ક્રમાંક મેળવ્યો. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ કયુ.ડી.સી. કક્ષાની આ ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવવા બદલ વિદ્યાર્થી અને તેને માર્ગદર્શન આપનાર શ્રીમતી નિમિષાબેન કે મોગરા અને માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ બી પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.