HEALTH

અમુક ખાસ પ્રકારના જ્યુસને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે

આજની લાઈફ સ્ટાઈલની ઊંડી અસર આરોગ્ય પર પડી રહી છે. જેના કારણે લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામાન્ય છે. તેમાં સામેલ છે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

આજની લાઈફ સ્ટાઈલની ઊંડી અસર આરોગ્ય પર પડી રહી છે. જેના કારણે લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામાન્ય છે. તેમાં સામેલ છે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
1. બીટનો જ્યૂસ

સામાન્યરીતે માનવામાં આવે છે કે બીટનો જ્યૂસ પીવાથી લોહી વધે છે પરંતુ તેનાથી વધુ એક ફાયદો થાય છે. બીટનો જ્યૂસ પીવાથી બોડી ડિટોક્સ થઈ જાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે.

2. ટામેટાંનો જ્યૂસ

કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં ટામેટાંનો જ્યૂસ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. ટામેટાંના જ્યૂસથી આરોગ્ય સારું રહે છે. આ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.

3. દાડમનો જ્યૂસ

દાડમ સૌ માટે ખૂબ લાભદાયી ફળોમાંથી એક છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દાડમનો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ જાય છે.

4. સંતરાનો જ્યૂસ

સંતરાનો જ્યૂસ આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. સંતરામાં હાજર વિટામિન સી ઈમ્યૂનિટી સારી કરવામાં મદદરૂપ થાય છે. ડાયટમાં સંતરાના જ્યૂસને સામેલ કરવાથી વધેલુ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ મળે છે.

5. શાકભાજીનો જ્યૂસ

હાઈ કોલેસ્ટ્રોલની તકલીફમાં કારેલા, દૂધી, પાલક અને કોળુ જેવી શાકભાજીનો જ્યૂસ ખૂબ લાભદાયી હોય છે. કારેલાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ સારું થાય છે. દૂધીના જ્યૂસમાં વિટામિન સી, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ અને ઝિંક જેવા પોષક તત્વ હોય છે. જેનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. પાલકનો જ્યૂસમાં હાજર ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન સી અને ઝિંક વધેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

Back to top button
error: Content is protected !!