GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મહાપુરુષો ની પ્રતિમા સ્વછતા કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ખાતે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા મહાપુરુષો ની પ્રતિમા સ્વછતા કાર્યક્રમ અંતર્ગત કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,ભારતીય જનતા પાર્ટી નગર ના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી,મહામંત્રી હર્ષભાઈ કાછીયા,નગર યુવા મોરચા મહામંત્રી પરેશભાઈ પારેખ,બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુભાઈ ચૌહાણ,યુવા બોર્ડના જિલ્લા સંયોજક જીગરભાઈ સોની,નગર સંયોજક કૌશલ ઉપાધ્યાય તેમજ નગર ના યુવાનો દ્વારા નગરમાં આવેલ રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમાની સાફ -સફાઈ કરવામાં આવી હતી.







