
વિજાપુર મુસ્લીમ સમાજ દ્વારા દાસણા મંદિર ગાઝીયા બાદ ના મહંત નરસિંહાનંદ સામે ફરીયાદ નોંધવા પોલીસ મથકે આવેદનપત્ર આપી માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
દાસણા ઉતર પ્રદેશ ગાઝિયાબાદ ના મહંતે પયગંબર સાહેબ ના શાન મા કોમી ભડકાઉ નિવેદન કરવા બાબતે ફરીયાદ નોંધવા ની માંગ સાથે વિજાપુર મુસ્લીમ સમાજના લોકો દ્વારા મસ્જિદો ના પેશ ઇમામ મુસ્લીમ અગ્રણીઓ દ્વારા આવેદનત્ર સુપ્રદ કર્યું હતુ આ મળતી માહિતી મુજબ દાસણા મંદિર ગાઝિયાબાદ ઉતર પ્રદેશ ના મહંત નરસિંહાનંદ મહારાજ દ્વારા વાણી વિલાસ ઉપર કાબૂ નહિ રાખી મુસ્લીમ સમાજના પયગંબર સાહેબ ની શાન મા ભડકાઉ નિવેદન આપતા સમાજના લોકો ની લાગણી દુભાઈ છે. જેને લઇ મુસ્લીમ સમાજના લોકો દ્વારા પોલીસ મથકે આવેદન પત્ર આપી મહંત નરસિંહા મહારાજ સામે એફ આઇ આર નોંધવાની માંગ કરી હતી.કાયદો વ્યવસ્થા અને ન્યાય માટે સરકાર કડક કામગીરી કરી રહી છે. એકતા નો પ્રતિક એવા ભારત દેશમાં આવા વાણી વિલાસ કરી ભાઈચારો એકતા ને તોડવાનો મહંત દ્વારા નિવેદન આપી પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમની સામે ફરીયાદ નોધી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી છે. આ અંગે મુસ્લીમ સમાજ ના યુવા અગ્રણી એડવોકેટ તનજીલ અલી સૈયદે જણાવ્યું હતુ કે ભારત દેશમાં દરેક જાતિ સમાજના લોકો એકતા સાથે રહે છે. અને દરેક ધર્મના તહેવારો ઉત્સવ નુ મુક્ત રીતે ઉજવણી કરે છે ભાઈચારા સાથે રહે છે. ગાઝિયાબાદ ઉત્તરપ્રદેશ દાસણા મંદિર ના મહંત નરસિંહા નંદ મહારાજ દ્વારા મુસ્લીમ સમાજના પયગંબર સાહેબ ના વિરોધમાં નિવેદન કરી ભારત દેશની એકતા તોડવાનુ પ્રયાસ કરવામાં આવ્યો છે. કોમવાદી ઉચ્ચારણ કરી માહોલ ખરાબ કરી રહ્યા છે. તેઓની સામે ફરીયાદ નોધી કાયદેસર ની માંગ કરવામાં આવી છે


