BHARUCHBHARUCH CITY / TALUKO
NH-48 પર દબાણ વિરુદ્ધ કાર્યવાહી:અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી પાસેના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક આવેલા અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
આ પહેલા ગઈકાલે નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને સ્ક્રેપના ગેરકાયદે ગોડાઉન તોડી પાડ્યા હતા. આ ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હતી.
આજે બીજા દિવસે વાલિયા ચોકડી પાસે હાઈવેને અડીને બનાવાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ દબાણો ટ્રાફિકમાં અવરોધરૂપ બની રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.