BHARUCH

ભરૂચ જિલ્લાના થવા ગામના રંજનબેન વસાવાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ એનાયત કરાયો. 

 

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

તા.૨૪/૦૮/૨૦૨૪

 

 

 

અમદાવાદ હોટલ તાજ ખાતે યોજાયેલ વર્લ્ડ વુમન લીડરશિપ કોંગ્રેસ અને સી.એમ.ઓ.એશિયા દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવાના રંજનબેન વસાવાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ એનાયત કરાયો હતો.

 

રંજનબેન વસાવાએ વ્યવસાયે પ્રથમ તો શિક્ષિકા છે. તેઓ પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના આચાર્ય છે. તેઓ વ્યવસાયની સાથે તેમને જે સમય મળતો એ સમયમાં એન.જી.ઓ થકી સમાજના જરૂરિયાતમંદ પરિવારના જીવન ઉત્થાન માટે સેવાકીય પ્રવૃત્તિની સાથે માનવીય મૂલ્યોના ઘડતરમાં કાર્ય કરી રહ્યા છે. જેવી કે મહિલા સશક્તિકરણ માટે શિબિરો કરવી, સેલ્પ હેલ્પ ગ્રુપ બનાવી ઉધોગ સાહસિક્તાની તાલીમો અપાવવી, રોજગાર અને ટેકનોલોજી સાથે બહેનોને જોડવા, નિર્ભરને આત્મ નિર્ભરવા, જરૂરિયાતમંદ બાળકોને માટે બીજી સેવાવર્તી સંસ્થાની મદદ લઇ મેડિકલ કેમ્પ, શૈક્ષણિક કીટ, તથા શાળાઓને ભૌતિક સુવિધા આપી મદદરૂપ થઇ રહ્યા છે.

 

કન્યા કેળવણીને મહત્વ આપી “બહાદુર બેટી”ના પ્રોજેક્ટ કરવા, રમત ગમત ક્ષેત્રે સમાજના ઉડાણ વિસ્તારના બાળકો માટે વિશેષ ટ્રેનિંગ, કેમ્પો દ્રારા બાળકોને પ્રોત્સાહિત કરી તેમના રહેલી સુષુપ્ત શક્તિને વેગ અપાવી રહ્યા છે. પૂર કે આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી રહ્યા છે. કોવિદ-૧૯ સમયમાં વિશેષ કામગીરી કરી મેડિસિન, અનાજ કીટ, ફૂડ પેકેટ જરૂરિયાતમંદ સમુદાય સુધી પહોંચાડ્યા હતા. ખેડૂત ભાઈ-બહેનોને ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતતા લાવી ટ્રેનિંગ આપી તેઓનું જીવન ધોરણ ઊચું આવે તેવા પ્રયત્ન પણ કરવમાં આવ્યાં છે. પ્રાણી, પક્ષી, પર્યાવરણના રક્ષણ માટેના સતત કાર્ય કરવા .આમ એક મહિલા ધારે તે બધુ જ કરી શકે છે એ સાર્થક કરી રહ્યા છે. રંજનબેન આ સેવાકીય પ્રવૃત્તિ માટે તેઓને જે ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે જે બદલ પોતાનાં પરિવાર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારેલ

છે.

Back to top button
error: Content is protected !!