BHARUCHBHARUCH CITY / TALUKO

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

ભરૂચ દ્નારા તમામ ટીમોના ૧૧૦ જેટલા અધિકારીશ્રી એને કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી.

ભરૂચ- સોમવાર- આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, સાથે સંકળાયેલ ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા બાબત-૨૦૨૪ ના પેરાઓની જોગવાઇઓ અન્વયે નિમણૂક કરવામાં આવેલ (FST,VVT,SST, VST,AT, AEO, MCC)  જેવી વિવિધ ટીમોની તાલીમ આજરોજ અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સાથે સંકળાયેલ ૧) ફ્લાઇંગ સ્કવોડ ટીમ FST ૨) સ્ટેટીક સર્વેલન્સ ટીમ SST, વિડીયો સર્વેલન્સ ટીમ VST ,૪) વિડીયો વ્યુઇંગ ટીમ VVT , ૫) મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ MCC, ૬) ચૂંટણી ખર્ચના હિસાબો રાખવાની ટીમ Expenditure Accounting Team ,૭) આસીસ્ટન્ટ એક્ષપેન્ડીચર ઓબર્ઝવર ટીમ AEO Team વગેરે ટીમો દ્નારા  કામગીરી સુવ્યવસ્થિત રીતે આયોજનબધ્ધ કામગીરી થાય તે હેતુસર કર્મચારી અને અધિકારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ઝધડીયા તથા નોડલ અધિકારીશ્રી અને લેક્ચરર કોમ્ય્યુટર એંન્જીન્યરીંગ કે.જે. પોલીટેકનીક કોલેજ ભરૂચ દ્નારા તમામ ટીમોના ૧૧૦ જેટલા અધિકારીશ્રી એને કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તમામ  ટીમોને ચૂંટણી જાહેર થયે તરત જ કાર્યરત થવા  તથા તેઓને લગતી કામગીરી સમયમર્યાદામાં  પુર્ણ કરવા જણાવ્યું હતું.

આ તાલીમ દરમ્યાન અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, નાયબ ચુંટણી અધિકારી શ્રીમતી એમ.એસ. ગાંગૂલી, તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!