BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના 5 કેસ પૈકી ફક્ત એક જ કેસ એક્ટિવ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ સહિત રાજ્ય ભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના 717 એક્ટિવ કેસ છે. અને 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!