GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડ: વાપીના કરવડથી મૂળ ઝારખંડની ૨૩ વર્ષીય પરિણીતા ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવવ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ, ચંપકભાઈની ચાલ, રૂમ નં.૧૪ પાણીની નહેર પાસે રહેતી ૨૩ વર્ષીય સુનિતા માનવેલ હાંસદા (મૂળ રહે.-સરોની, પોસ્ટ-સરોની બજાર, થાના/જિલ્લા-ગોડ્ડા, ઝારખંડ) તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૯-૦૦ થી રાત્રિના ૯-૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ સુનિતા મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેમના પહેરવેશની જાણ નથી. તેઓ હિન્દી ભાષા જણે છે. જો કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો ૯૯૦૯૩૭૫૫૮૧, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.




