BHARUCH

ભરૂચ- અંકલેશ્વર જીપીસીબી કચેરીમાંથી‎સાગમટે 17 કર્મચારીઓની બદલી કરાઇ‎

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી)ની ભરૂચ અને અંકલેશ્વર કચેરીનો તમામ સ્ટાફ સાગમટે બદલી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બંને કચેરીમાં સરેરાશ 4 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની આંતરિક તથા આંતર જિલ્લા બદલી કરાઇ છે. અંકલેશ્વરમાંથી 9 અને ભરૂચમાંથી 8 કર્મચારીઓની બદલીના ગંજીફા ચીપાયાં છે. અંકલેશ્વરથી 9માંથી 5 કર્મચારીઓની બદલી ભરૂચ કચેરીમાં કરાઇ છે. 14 કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાંથી ભરૂચ અને અંકલેશ્વર ખાતે મુકવામાં આવ્યાં છે.
મદદનીશ પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેર, સિનિયર વૈજ્ઞાનિક અધિકારી અને વૈજ્ઞાનિક અધિકારી કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ છુટયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સરેરાશ 4 વર્ષથી વધારે એક જ જગ્યાએ ચીટકી રહેલાં અધિકારીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. અંકલેશ્વર કચેરીથી 9 અને ભરૂચમાંથી 8 મળી કુલ 17 અધિકારીઓની બદલીના આદેશથી ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. અંકલેશ્વર અને પાનોલીની સાથે દહેજ, વાગરા અને વિલાયતમાં પણ બેજવાબદાર ઉદ્યોગો કેમિકલયુકત પાણી કાંસમાં છોડી દેતાં હોવાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. રાજય સરકારે જીપીસીબીના સ્ટાફમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખ્યાં બેડામાં ખળભળાટ મચ્યો છે.

Back to top button
error: Content is protected !!