
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભારત સરકાર દ્વારા વિબી-જી રામજી બીલ-૨૦૨૫ (વિકસીત ભારત- ગેરેંટી ફોર રોજગાર અને આજીવિકા ગેરેંટી મિશન(ગ્રામીણ) અંગે ગ્રામ્ય ક્ષેત્રે જાગૃતી લાવવાના હેતુ અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ દ્વારા નેત્રંગ તાલુકાનાં સરપંચો અને ખેડૂતો માટે સરપંચ સંમેલન યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જયેન્દ્રસિહ કે.માત્રોજા, મદદનીશ પ્રોગ્રામ ઓફિસર, મનરેગા શાખા તા.પં નેત્રંગથી ઉપસ્થિત રહી મનરેગા યોજના અને વિબી-જી રામજી બીલ-૨૦૨૫નો તફાવત સમજાવી યોગ્ય રીતે માર્ગદર્શન આપ્યું જેમાં નવી રુપાતરિત વિબી-જી રામજી અંગે સપૂર્ણ માહીતી સરપંચશ્રીઓ અને ખેડૂતો પૂરી પાડી માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમાં સરપંચો ખેડૂતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વૈજ્ઞાનિકો ડૉ.ધનંજય શિંકર, દેવેંદ્ર જે. મોદી, હર્ષદ એમ. વસાવા વગેરે ઉપસ્થીત રહ્યા હતા.



