વાત્સલ્યમ્ સમાચાર
પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન અને પી.આઈ.ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ટંકારી ખાતે પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે વિજ્ઞાન દિવસની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી. જેમાં ટંકારી પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાનાં ૫૦ જેટલા બાળકોએ ૪૭ કૃતિઓ તૈયાર કરી હતી. આસપાસની ૪ શાળાઓ અને ૧ હાઈસ્કુલમાંથી આમ કુલ ૮૫૦ બાળકોએ ઉત્સાહ પૂર્વક આ કૃતીઓ નિહાળી. કાર્યક્રમમાં જંબુસર તાલુકાના માજી ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી, પ્રથમ સંસ્થા તરફથી દિપકભાઈ પરમાર, ટંકારી પ્રાથમિક કુમાર શાળા તરફથી આચાર્યશ્રી કમલેશભાઈ, અન્ય શાળાનાં આચાર્યશ્રીઓ, શિક્ષકો, પ્રથમ ટીમ, તેમજ ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.