અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધી.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા “No Drugs in Bharuch Campaign” અંતર્ગત પોલીસને વધુ એક સફળતા મળી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને (SOG) મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સાંગરપુર ખાતે આવેલ મંગલદીપ સોસાયટી ખાતે દરોડા દરમિયાન સોનિકુમારી મુકેશ વસુદેવ મંડલ નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી.
પોલીસે તપાસ દરમિયાન તેના પાસેથી કુલ ૩.૪૪ કિલો ગાંજો કબજે કર્યો હતો. કબજે કરાયેલ ગાંજાની કિંમત અંદાજે રૂ. ૧,૭૨,૩૦૦ ઉપરાંત એક મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૭૮,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે Ankleshwar GIDC પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(II)(બી) તથા ૨૯ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે “No Drugs in Bharuch Campaign” અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.




