બેઢીયા દૂધ મંડળીમાં ચૂંટણી અધિકારીએ ગેરરીતિ કરી મતપત્ર છપાવ્યા હોવાનો આક્ષેપ કરી હરીફ ઉમેદવારોએ આવેદન આપ્યુ

તારીખ ૨૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામની દૂધ મંડળીમાં આજરોજ રવિવારે વ્યવસ્થાપક કમિટીના ૧૧ સભ્યો માટે ચૂંટણી યોજાઈ છે ૧૧ સામે ૧૯ ઉમેદવારો મેદાનમાં છે.ત્યારે હરિફ ઉમેદવારોએ લેખિત અરજી આપી ચૂંટણી અધિકારી પ્રભાતસિંહ ગેમસિંહ ચૌહાણને આવેદનપત્ર આપ્યું છે અને બેલેટ પેપરમાં કક્કાવારી મુજબ ઉમેદવારોના નામ છપાયા નથી જેથી ચૂંટણી રદ કરવાની માંગ કરી છે ચૂંટણી અધિકારીએ આવેદનપત્ર ઉપર સહી કરવાનો ઇનકાર કરી દીધો છે. ગ્રામજનો નો આક્ષેપ છે કે દસ વર્ષ બાદ આ ચૂંટણી થઈ રહી છે જેમાં હાલના ચેરમેન અને સેક્રેટરીએ મનમાની કરી પોતાના મળતિયા ને ચૂંટણી અધિકારી બનાવ્યા છે જેઓના પુત્ર પણ ઉમેદવાર છે.હરીફ ઉમેદવારોને વિશ્વાસમાં લીધા વગર બેલેટ પેપર છપાવી દીધા છે. તેમજ ત્રણ ભાગમાં બેલેટ પેપર છપાવેલા છે વધુમાં અમુક મત આપવા ફરજિયાત છે તેવું પણ નિયમ વિરુદ્ધ ચૂંટણી અધિકારી જણાવી રહ્યા છે. ૧૧ સભ્યોની ચૂંટણીમાં સભાસદ કોઈપણ ૧૧ ઉમેદવારોને કે કોઈ પણ એક ઉમેદવારને મત આપી શકે છે. તેમ છતાં અમુક ઉમેદવારોને મત આપવા ફરજિયાત છે તેવું બહાર પાડી રહ્યા છે સમગ્ર મામલે ચૂંટણી રદ કરવા વિકલ્પે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારતા દૂધ મંડળીની ચૂંટણીમાં ગરમાટો આવી ગયો છે.





