આજ રોજ ઉમરેઠ નગર ખાતે સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમા ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં ઉમરેઠના જાણીતા નોટરી વકીલ અરવિંદભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ભૂતપૂર્વ વિદ્યાર્થી જય લાધાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુજલભાઈ શાહએ મહેમાનોનું સ્વાગત કરી સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.