કેશોદ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ ‘સારું જીવન માટે યોગ્ય ખાઓ’ એટલે કે સારા જીવન માટે યોગ્ય આહાર અપનાવો. તેનો ઉદ્દેશ્ય લોકોને સંતુલિત આહાર, યોગ્ય ખાવાની આદતો અપનાવવા, કુપોષણ અટકાવવા અને જીવનશૈલીના રોગોથી બચવા વિશે જાગૃત કરવાનો છે.દેશમાં કૂપોષિત બાળકોની સંખ્યાનું આંકલન કરીને તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજનાઓ અંગે માર્ગદર્શનથી, જીવનશૈલીમાં સુધારણા, પોષણનું મહત્ત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન, આરોગ્ય તપાસણી પોષણનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન, ધાત્રી, પ્રસૂતા બહેનો, ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન ૬ વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે અને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ઘટક એકમાં યોજાયેલા પોષણક્ષમ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શારીરિક તંદુરસ્તી જાળવવા સુચનો કર્યા હતાં
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ