21મી સદીના કૌશલ્યો શીખવાડીને બન્યા શિક્ષકોના શિક્ષક

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામમાં જન્મેલા નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકી બાળપણથી જ
શિક્ષક માત્ર વર્ગખંડમાં પાઠ ભણાવનાર નથી, શિક્ષક એ સમાજનો મુખ્ય સ્તંભ છે.આ વાક્ય સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામના વતની અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીના જીવન અને કાર્ય પરથી સાબિત થાય છે.હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સોલંકી વિસ્તારના શિક્ષણને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હતું. શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં પરંતુ સમાજ બદલાવ માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે – આ વિચાર સાથે તેમણે શિક્ષક તરીકે જીવનપ્રવાહ શરૂ કર્યો. સાહોલ ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત રહી તેઓએ ગ્રામ્ય બાળકોને
મા સરસ્વતીની સાધના કરી મેળવ્યા અનેક ગૌરવવંતા એવોર્ડ
તેમની આ સિદ્ધિઓ અને સેવાઓને કારણે નિલેશભાઈ સોલંકીને અનેક પુરસ્કારો મળ્યા છે.ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન, અમદાવાદ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમોના પ્રચાર – પ્રસાર અને હેતુ સિદ્ધિ માટે ” વિધા વાહક એવોર્ડ “, પર્યાવરણ સંરક્ષક માટે શ્રેષ્ઠ કાર્ય બદલ એનાયત ” પર્યાવરણ સંરક્ષક એવોર્ડ” આપવામાં આવેલ છે.શિક્ષકદિન 5 મી સપ્ટેમ્બર 2025 ના રોજ માં શારદાભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે માતો શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા Best Teacher Award, લાયન્સ ઇન્ટરનેશનલ – લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન જી.આઈ. ડી. સી દ્વારા શિક્ષકદિન નિમિતે એટલે 5 મી સપ્ટેમ્બર 2025 ના રોજ બેસ્ટ શિક્ષક એવોર્ડ મેળવેલ છે. સાથે શિક્ષક તાલીમ માટેના અનેક સન્માન આ એવોર્ડ્સ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ શિક્ષણક્ષેત્રમાં થયેલી તેમની તપસ્યાની માન્યતા છે.પ્રાથમિક ઈચ્છાશક્તિ, પરિશ્રમ અને શિક્ષક હોવા છતાં નિલેશભાઈ સોલંકી સંકલ્પથી પોતાની દ્રષ્ટિને કદી મર્યાદિત સ્તરે રાખી નથી.શિક્ષણ ક્ષેત્રમાં તેઓ અનોખું સ્થાન મેળવી શકે છે.આ માન્યતા દર્શાવે છે કે એક ગ્રામ્ય શિક્ષક પોતાની કાબેલિયતથી શિક્ષણ ક્ષેત્રે પ્રકાશ ફેલાવી શકે છે.



