
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં તા.૧૯/૧૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે તેજશકુમાર ઉત્તમભાઈ ગાંધીનો 12 મતે વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને એલ.આર. બિનહરીફ થયા.
નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનમાં ઉપપ્રમુખ પદે ચિરાગ અશ્વિનભાઇ પંચાલ, સેક્રેટરી પદે કૌશિકકુમાર ફતેસિંહ વસાવા, ખજાનચી પદે શીતલબેન સોમાભાઈ વસાવા અને એલ.આર. પદે સુલોચનાબેન હરેન્દ્રસિંહ દેશમુખ બિન હરીફ થતા નવનિયુક્ત હોદ્દેદારોને સાથી વકિલમિત્રોએ ફૂલહાર પહેરાવી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.


