
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 306મો નિ: શુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ” જન સેવા એ જ પ્રભુ સેવા ” અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ થાય છે જે અનુસંધાને આજરોજ 306મો મફ્ત નેત્ર યજ્ઞ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો.
આ આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) લઈ જઈ ત્યા રહેવા ,જમવા, મોતિયા, છારી, ઝામર વેલ ,જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.
આ કેમ્પ ને સફળ બનાવવામાં શ્રી ગીરીશભાઈ ગોહિલ તથા શ્રી આશિષભાઈ બારોટ નો વિશેષ ફાળો હોય છે જેમની મહેનતને શાળા પરિવારે અને શાળા મંડળે બિરદાવી હતી.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ




