જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલ્ટી જતાં અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર અંદાજે બારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલ્ટી જતાં અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર અંદાજે બારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ,સારોદ ગામેથી અંદાજીત 15થી 20 દેવીપૂજક ભાઈઓ-બહેનો બાળકો સાથે છોટા હાથી ટેમ્પોમાં કાઠીયાવાડમાં ખેત મજૂરી કામગીરી કરવા જતા હતા.આ સમયે તેઓએ જંબુસરના નોબાર ગામ નજીક પહોંચતા જ
ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરનો સંતુલન ગુમાવતા ટેમ્પો રોડની બાજુએ પલ્ટી મારતાં અકસ્માત થયો હતો. અકસ્માતથી ટેમ્પોમાં સવાર લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યા આસપાસ લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તથા 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ થયેલા તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી અમુક લોકોને વધુ ઇજાઓ થઈ હોવાથી વધુ સારવારની જરૂર હોય તમેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે.
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ પણ હોસ્પિટલ પહોંચી,ઈજાગ્રસ્તો ના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થા કરાઈ હતી.ઘટના બાદ જંબુસર ડીવાયએસપી અને જંબુસર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.સ્થાનિકોમાં અકસ્માતની ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે.