ભરૂચમાં દર વર્ષે ભરતા ભાતીગણ મેઘરાજાનો મેળો પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શુક્રવારથી સોમવાર સુધી ભરાનાર છે.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં દર વર્ષે ભરતા ભાતીગણ મેઘરાજાનો મેળો પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શુક્રવારથી સોમવાર સુધી ભરાનાર છે.આ મેળામાં લાગનાર દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સીટી સર્વે વિભાગ દ્વારા 13 મી ઓગસ્ટના ડો.બાબાસાહેબ ભવન ખાતે યોજાઈ હતી.
ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે.જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.આ વર્ષે 8×8 ની 106 દુકાનો ફાળવણી એટલે હરાજી કરીને જેમાં સૌવથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે.આ તમામ દુકાનો સોનેરી મહેલ થી પાંચબત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે.
આજ રોજ ભરૂચમાં 13 મી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કુલદીપ સિહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી.આ અંગે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કુલદીપ સિહ વાઢેરે જણાવ્યું હતું કે,આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અમે દરકે સ્ટોલ ધારકોને એક આઈ કાર્ડ આપવામાં આવશે. તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં.




