
ઝઘડિયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બિન અનામત બેઠકો માટે ભાજપમાં ખેંચતાણ શરૂ
દુમાલા વાઘપુરા, રાજપારડી અને સુલતાનપુરા આ ત્રણેય જિલ્લા પંચાયત બેઠકો બિન અનામત આવી છે
ગત ટર્મ માં ત્રણે બેઠકો પર પાટીદાર સમાજની બાદબાકી કરી ક્ષત્રિય તેમજ અન્ય સમાજને ભાજપ દ્વારા ટિકિટ ફાળવાઈ હતી
સુલતાનપુરા બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ભાજપ દ્વારા એક તરફી ટિકિટ ફાળવાય છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ રહ્યું છે ત્યારે ઝઘડિયા તાલુકામાં ટિકિટ ફાળવણી માટે તમામ પક્ષોને બિન અનામત બેઠકો માથાં ના દુખાવા સમાન બની રહી છે, નવી ટર્મ માટે ઝઘડિયા તાલુકાની જિલ્લા પંચાયતની દુમાલા વાઘપુરા, રાજપારડી અને સુલતાનપુરા આ ત્રણેય બેઠકો બિન અનામત ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવી છે, ત્યારે ભાજપમાં આ ત્રણેય બેઠકો પર ઉમેદવાર મુકવા માટે ભારે રસાકસી જામી છે, ગત ટર્મ માં પણ દુમાલા વાઘપુરા અને સુલતાનપુરા બેઠક પર ક્ષત્રિય સમાજમાંથી બેઠકો ફાળવવામાં આવી હતી અને ત્યારે પણ પાટીદાર સમાજને અવગણીને ભાજપ દ્વારા ટિકિટ ફાળવાઇ હતી, પરંતુ હાલમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદારોએ પણ એટીચોટી નું જોર લગાવ્યું છે અને ખરેખર તે સમાજના ભાજપના કાર્યકરો તેના માટે હકદાર પણ છે, જેનું કારણ છે કે છેલ્લી બે ત્રણ ટર્મ થી સુલતાનપુરા જિલ્લા પંચાયતની સીટ ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને એક તરફી ફાળવવામાં આવે છે, રાજપારડી બેઠક સામાન્ય હોવા પછી પણ ગત ટર્મ માં ભાજપ દ્વારા આદિવાસી સ્ત્રીને ટિકિટ આપવામાં આવી હતી અને દુમાલા વાઘપુરા સીટ પર ક્ષત્રિય સમાજ ના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી હતી જેઓ બાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. પરંતુ ચાલુ સાલે ત્રણે બેઠકો પર પાટીદાર સમાજના ભાજપના ઉમેદવારો સક્રિય થયા છે અને તેમને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે અને ખરેખર તેમની ટિકિટ મળવી પણ જોઈએ તેમ લોકો ઇચ્છિ રહ્યા છે, એકના એક મુરતિયા ને ભાજપ દ્વારા રીપીટ કરવાના બદલે દુમાલા વાઘપુરા, રાજપારડી અને સુલતાનપુરા પર પાટીદાર ચહેરો ઉતારવો જોઈએ, છેલ્લા કેટલા સમયથી ભરૂચ જિલ્લા ભાજપમાં પાટીદારોને હાસીયામાં ધકેલી દેવામાં આવ્યા છે, ખાસ કરીને પાર્ટીમાં અગત્યના પદ પરથી દૂર રાખવામાં આવ્યા બાદ પટેલ સમાજની નેતાગીરીનું વજન ઘટતું ગયું હોવાનું ચર્ચાય રહ્યું છે, સામાન્ય રીતે જોવા જઈએ તો ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ રહેવા પામ્યું છે અને તેઓ વર્ષોથી ભાજપના વફાદાર પણ રહ્યા છે, હાલમાં દુમાલા વાઘપુરા બેઠક માટે કલ્પનાબેન અતુલભાઇ પટેલ જેમના પતિ અતુલભાઇ પટેલ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે ભાજપના તાલુકા પ્રમુખ હતા એપીએમસીના ચેરમેન હતા અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે, રાજપારડી બેઠક માટે આરતીબેન હિરલભાઈ પટેલ જેઓ ગત ટર્મ માં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય હતા અને તેમને પંચાયતના સદસ્યથી લઇ તાલુકા પંચાયતના સદસ્ય સુધીનો અનુભવ પણ છે, સુલતાનપુરા બેઠક પર વિશાલ પટેલ જેઓ ગત ટર્મ માં તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને અનુભવી છે, કેતવ દેસાઈ જે ભાજપના સંગઠનમાં વર્ષોથી પાયાના કાર્યકર તરીકે કાર્ય કરે છે તેઓ સહિતના ભાજપના કાર્યકરોએ સુલતાનપુરા બેઠક માટે પોતાના સેન્સ રજૂ કર્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ દ્વારા ઝઘડિયા તાલુકામાં આ ત્રણે બિન અનામત બેઠકો પર ગત ટર્મ જેવું જ કરે છે કે પછી પાટીદાર ચહેરાઓને જિલ્લા પંચાયત સુધી પહોંચાડી જીલ્લામાં સ્થાન અપાવશે! અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે જ ભાજપ દ્વારા તેના નવા સંગઠનમાં પાટીદાર જ્ઞાતિની બાદબાકી મૂદે જિલ્લામાં રાજકીય ગરમાવો ઉઠ્યો હતો તેને શાંત પાડવા ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવું જ રહ્યું, સંગઠનમાં જ્યારે પાટીદાર સમાજની બાદબાકી કરવામાં આવી ત્યારે સીએમ સુધી તેની રજૂઆત કરી ભાજપ સંગઠન માં પાટીદારોની બાદબાકી અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. હવે જીલ્લામાં ભાજપ દ્વારા પાટીદારોને પ્રાધાન્ય આપવાનું સેન્સ લેવામાં આવે તો સારું છે નહીં તો પાટીદારોની મોટી નારાજગી પાર્ટી એ વહોરવી પડશે જેમાં કોઈ બે મત નથી!
ઈરફાન ખત્રી
રાજપારડી



