સતત બીજા વર્ષે પણ લોહાણા ક્રાંતિ સેના દ્વારા એલ કે એસ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ ની શરૂઆત ડી.વાય.એસ.પી બિપીન ચંદ્ર ઠકકર,પી વી એમ શાળાના પ્રમુખ જયેશભાઈ લાગણી, ટ્રસ્ટી બેચર ભાઈ અઘેરા, ડો રાજેશ સાંગાણી, ભરતભાઈ કક્કડ,ક્રાંતિ સેનાના હોદ્દેદારો ડો સ્નેહલ તન્ના, વિજય કારીયા, દિનેશ કાનાબાર, કેયુર કારીયા, અજય દત્તા, કિરીટ કારિયા , મયુર રઘુવંશી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. કુલ છ ટીમ વચ્ચે યોજાયેલ ટુર્નામેન્ટ માં 7 મેચ રમાયેલ હતા જેમાં ફાઇનલ માં ઝિબા ટાઈગર 11અને જોગી જલિયાણ11 હતાં ફાઇનલ માં વિજેતા ઝીબા ટાઈગર અને રનર્સ અપમાં જોગી જલિયાણ આવેલ. જ્યારે બેસ્ટ બોલર પરેશ વિઠલાણી, બેસ્ટ બેટ્સ મેન હિત રાયચડા, મેન ઓફ ધ સિરીઝ બ્રિજેશ વિઠલાણી રહ્યા હતા. કાર્યક્રમનાં સમાપન અને ખેલાડીઓના સન્માન સમારંભ માં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા વગેરે દ્વારા વિજેતાઓ ને ઇનામો આપવામાં આવેલ હતા, સમગ્ર ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી દેવલ કક્કડ દ્વારા આપવામાં આવેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ