GUJARATPANCHMAHALSHEHERA

જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસમાં ઘઉં,ચોખા અને ખાંડના ૨૦ કટ્ટાની ઘટ તેમજ ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવતા પરવાનો મોકૂફ કરાયો.

શહેરા તાલુકાના વાંટાવછોડા ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરાયો

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામે આવેલ એન.એસ.સોલંકી સંચાલિત સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અને તેમની દ્વારા ગત રવિવારના રોજ આકસ્મિક તપાસ હાથ ધરી હતી,તપાસ દરમ્યાન સસ્તા અનાજની દુકાનમાં ઘઉંની ૨૨૦ કિલોગ્રામ ઘટ, ચોખામાં ૬૯૩ કિલોગ્રામ ઘટ અને ખાંડમાં ૧૦૬ કિલોગ્રામ ઘટ આમ રૂપિયા ૩૭,૮૩૭ ની કિંમતની ઘઉં,ચોખા અને ખાંડમાં ૨૦ કટ્ટાની ઘટ જણાઈ આવી હતી,સાથે જ દુકાનદાર દ્વારા નિયત નમૂનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવેલ ન હોવાથી ઘટ પડેલ જથ્થા અંગે તેમજ તપાસ દરમ્યાન જણાઈ આવેલ ગંભીર પ્રકારની ગેરરીતિઓ બદલ

તાત્કાલિક અસરથી વાંટાવછોડા ગામની એન.એસ.સોલંકી સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરી પરવાનેદાર સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!