BHARUCHJHAGADIYA

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં પડતી તકલીફો બાબતે તથા ઝઘડિયા ખાતે એડિશનલ સેશન્સ કોર્ટ ચાલુ કરવા ઠરાવ કર્યા

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં પડતી તકલીફો બાબતે તથા ઝઘડિયા ખાતે એડિશનલ સેશન્સ કોર્ટ ચાલુ કરવા ઠરાવ કર્યા

 

ઠરાવની નકલ ઝઘડિયા પ્રિન્સિપલ સિવિલ જજ તથા ચીફ જસ્ટિસ હાઇકોર્ટ ગૃહ મંત્રી ને રવાના કરવામાં આવી

 

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ખાસ સાધારણ સભામાં મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા અધ્યક્ષ સ્થાને એક સાધારણ સભા મળી હતી જેમાં કોર્ટમાં આવતા તમામને પડતી અગવડ બાબતે તથા ઝઘડિયા ખાતે એડિશનલ સેશન કોર્ટ ચાલુ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો, ગત તા. ૧૦.૭.૨૪ ના રોજ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાના અધ્યક્ષતામાં એક ખાસ સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે ઝઘડિયા ખાતે નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના વાહનો પાર્ક કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી, કે તે અંગે કોઈ પાર્કિંગ શેડ બનાવેલ નથી તેમ જ કોર્ટમાં આવતા પક્ષકારોને વાહન પાર્ક કરવામાં ઘણી તકલીફ પડે છે તેમજ કોર્ટની આજુબાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્લોક બેસાડવામાં આવેલ નથી અને હાલમાં ચોમાસાની સિઝન હોય વરસાદના કારણે વાહનો કાદવ કીચડમાં ફસાઈ જાય છે જેથી તાકીદે આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટે ભરૂચના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ને ઠરાવની એક નકલ મોકલવાનુ ઠરાવવામાં આવ્યું, બીજો એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા તાલુકા તેમજ વાલીયા તાલુકામાં જીઆઇડીસી આવેલ હોય આ જીઆઇડીસીની ફેક્ટરીઓમાં આવતા મોટાભાગના કર્મચારીઓ તેમજ મજૂર વર્ગ હોય આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ચોરી લૂંટફાટ ધાડ મર્ડર જેવા ગુનાઓનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધી રહેલ છે અને આ વિસ્તારમાં રહેતી લગભગ ૯૦ ટકા વસ્તી ગરીબ અને આદિવાસી અતિ પછાત અને જંગલ વિસ્તારમાંથી આવતા હોય છે જેઓએ અંકલેશ્વર સુધી કોર્ટમાં જવાનું પોષાતું ન હોય, ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રજાને બધી રીતે સગવડરૂપ થઈ શકે તે માટે ઝઘડિયા ખાતે હાલમાં બનાવવા આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં એક એડિશનલ સેશન કોર્ટ ચાલુ કરવામાં આવે તો ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાની પ્રજાની ઘણી સમયથી ઝઘડિયા ખાતે એડિશનલ સેશન કોર્ટની માંગણી કરવામાં આવી રહેલ હોય નવા કોર્ટ બિલ્ડિંગમાં સેશન કોર્ટ ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારની પ્રજાને ઘણો જૂનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે માટે આજની આ સભા આ બાબતે ઝડપી આ પ્રશ્નનો નિવેડો આવે તે અંગે સર્વાનુમતે ઠરાવ પસાર કરી આ ઠરાવની નકલ ભરૂચ ડિસ્ટ્રીક એન્ડ સેશન જજ તથા ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી ગાંધીનગરને ઠરાવની નકલ રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવા ઠરાવવામાં આવ્યું હતું. આ બંને ઠરાવની નકલ ઝઘડિયા સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ સિવિલ કોર્ટ ઝઘડીયા ને સંબોધી મોકલવામાં આવ્યા.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!