
ઝઘડિયાના પીપલપાન ખાતે કરજણ જળાશય સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટ યોજનાનું પાણીના આવતા પંચાયત પ્રમુખ દ્વારા વધામણા કરાયા



ઝઘડીયા તાલુકાના પીપલપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ સુધી ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટ નું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતો એ પાણી ના વધામણા કર્યા હતા, કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટમાં ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે જેથી ખેડૂતો ને સિંચાઈ નું પાણી મળી રહે તે ઉદ્દેશ થી આજરોજ ઝઘડીયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા, આ યોજના હેઠળ વર્ષોથી પાણી થી વંચિત ખેડૂતો ને સિંચાઈ માટે પાણી મળી રહેશે, ઝઘડીયા તાલુકાના પીપલપાન તેમજ રામપોર,ચોકી,ખોડા આંબા, આમલઝર જેવા વિસ્તારોના ખેડૂતો ને સિંચાઈ ના પાણી નો લાભ મળશે જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી તેમજ ખેડૂતોએ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી



