BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ-જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્યમાર્ગોને ખુલ્લો કરાયો

સમીર પટેલ, ભરૂચ

ટ્રાફિકની સમસ્યા વિકટ બનતાં સ્થાનિકો હાલાકી પડતી હતી

ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારોએ રોડ,રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે.

શનિવારે સાંજના સમયે પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશ ની શરૂઆત કરાઈ હતી. જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં જ દબાણ કારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા.આ કામગીરીમાં પાલિકા મુખ્ય અધિકારી, મામલતદાર અને બી ડિવિઝન પી આઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!