
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૧/૦૮/૨૦૨૪
નેત્રંગ તાલુકા ઊંડી ગામે રહેતા અને સામજિક આગેવાન તરીકે જાણીતા ઉર્મિલાબેન દલુભાઈ વસાવાએ પોતાના જન્મ દિવસની ઉજવણી ઊંડી પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને જમાડીને કરી હતી.
નેત્રંગ તાલુકાના સામજિક આગેવાન અને સેવા કાર્યમાં સતત તત્પર રહેનાર ઉર્મિલાબેન દલુભાઈ વસાવા ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પોતાના ગામમાં જ આવેલ ઊંડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓને પોતાના નિવાસસ્થાને જ જમાડી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
અગાઉ પણ ઉર્મિલાબેન દલુભાઈ વસાવા દ્વારા કેદારનાથ તથા અમરનાથ જેવા તીર્થ સ્થળોના દર્શન અર્થે હંમેશા દર્શનાર્થીઓને લઈ જાય છે. તેમજ ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા જ પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય એવા નિઃશુલ્ક અસાઇમેન્ટ વિતરણ કરી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પણ મદદરૂપ બનતા રહે છે. શિયાળાની ઋતુમાં પન જરૂરિયાત મંદ લોકોને પાછલા કેટલાક વર્ષોથી ધાબળા પણ વિતરણ તેઓ દ્વારા કરવામાં આવે છે. આવી અનેક સેવાકીય પ્રવૃતિઓ થકી ઉર્મિલાબેન હંમેશા માનવતા મહેકાવતા રહે છે.



