
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા સભ્યોની પ્રથમસભા મળી હતી. જેમાં ઉપસરપંચ તરીકે સરોજબેન વસાવા ની બિનહરીફ વરણી થઈ.
પ્રથમ બેઠકમાં સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈની સહકાર પેનલ ના સભ્ય સરોજબેન કિરણભાઈ વસાવાએ ઉપસરપંચ તરીકે ની ઉમેદવારી નોંધાવી હતી. તેમાં વિરોધપક્ષ ના કોઈ સભ્યે ઉમેદવારી ન નોંધાવતા સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈ ની પેનલ ના સભ્ય સરોજબેન કિરણભાઈ ને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.



