જંબુસર તાલુકાના દેવલા ગામના સરપંચને હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ…


સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકા દેવલા ગામના મહિલા સરપંચ રેહાનાબાનુ અબ્દુલસમદ પટેલ ને ડીડીઓ એ હોદ્દા પરથી કર્યા સસ્પેન્ડ…
રૂ.૨૩.૭૦ લાખના ખોટા બિલ પાસ કરાયાની જાગૃત નાગરિક ઇમરાન પટેલે કરી હતી ફરિયાદ…
દેવલા ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુપી સરપંચ ને તાત્કાલિક સોંપવા આદેશ..
જંબુસરના દેવલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારનો હબ બની હતી રૂ.૨૩.૭૦ લાખના ખોટા બીલ મંજૂર કરાયાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક ઇમરાન પટેલે ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી તેમજ કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલો પણ મુકાયા હોવાની ફરિયાદ કરી હતી.
જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચએ નવી બોડીની પહેલી જ બે મિટીંગમાં કુલ ૨૩.૭૦ લાખના ખોટા બીલો મંજુર કરાવ્યાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિત ઈમરાન અહમદ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી જે ફરિયાદ ચાલી જતા મહિલા સરપંચ રેહાનાબાનુ અબ્દુલસમદ પટેલને જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી પદ પરથી સસ્પેન્ડ કરી સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપી દેવાનો હુકમ કર્યો છે.
જંબુસરના દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ તેમના સાગરિતોએ મળીને ગામ પંચાયતમાં બોગસ બીલો મુકી લાખોની કટકી કરી હોવાના આક્ષેપ ગામમાં જ રહેતાં ઈમરાન અહમદ પટેલે કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહિલા સરપંચ રેહાના પટેલ ૧૯મી જાન્યુઆરી ૨૦૨૨માં સત્તારુડ થયાં હતાં. જોકે, તેમણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મળેલી પહેલી મિટીંગમાં ૧૫.૭૦ તેમજ ૧૯ માર્ચ ૨૦૨૨ની બીજી મિટીંગમાં ૮ લાખ એમ કુલ ૨૩.૭૦ લાખની વધુની મત્તાના ખોટા બીલો મંજૂર કર્યા હતાં. તમામ બીલોમાં બોગસ સહી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત તે બીલો પહેલાં ચુકવાઈ ગયાં બાદ તેના ઠરાવ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગામના જાગૃત નાગરિક ઇમરાન પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ઇમરાન પટેલના એડવોકેટ આસિફ પાલેજવાળા ની ધારદાર રજૂઆત ને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલતો જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશ થી કોભાંડી સરપંચોમાં ભારે ફફડાટ ફેલાયો છે.




