GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ દશામોઢ વણિક પંચ ના હોદેદારો ની વરણી કરાઈ

તારીખ ૨૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રવિવારના રોજ સાંજે પાંચ કલાકે કાલોલ શહેર સ્થિત શ્રી દશામોઢ ની જ્ઞાતિપંચની વાડીમાં સામાન્ય મીટીંગ હતી તેમાં 25 સભ્યોની હાજરી હતી તેમાંથી 14 સભ્યો કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ કારોબારી મીટીંગ બોલાવવામાં આવી તેમાં પાંચ વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તેમાં પ્રમુખ તરીકે નરેશભાઈ વી શાહ ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ સી શેઠ મંત્રી તરીકે જગદીશભાઈ પી શાહ સહમંત્રી તરીકે દીપકભાઈ એમ શેઠ તથા ખજાનચી રાજેન્દ્ર કુમાર બી શેઠ ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ હતી.




