BHARUCHBHARUCH CITY / TALUKO
108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા આગ લાગેલ રિક્ષાની આગ પર કાબુ મેળવી સરાહનીય કામગીરી કરી

સમીર પટેલ, ભરૂચ
આજરોજ અમોદ તાલુકામાં ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જે જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે જ્યાં એમ્બ્યુલન્સ ઉભી હતી તેની સામે જ રોડ પર આશરે 12:30 વાગ્યાના સુમારે ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષામાં અચાનક આગ લાગી હતી ત્યાં 108 પર ફરજ પર હાજર પાયલોટ હિમ્મત ભાઇ હઠીલા એ 108 એમ્બ્યુલન્સ માં આવતા fire extinguisher લઇ આગ લાગેલ રિક્ષા પાસે જઈ રિક્ષાની આગ પર કાબુ મેળવી રિક્ષામાં સવાર 4 પેસેન્જર અને ડ્રાઈવરને બચાવી રિક્ષાને નુકશાનથી બચાવી હતી.
આમોદ 108 ના પાયલોટ હિમ્મત ભાઇ હઠીલા તેમજ ઈએમટી પારુલ બેન રાઠવા એ 108 માં દર્દી ને સારવાર સિવાય આજે ઓટો રિક્ષાની આગ બુઝાવી એક અલગ કામગીરી નું ઉદાહરણ આપ્યું હતું.
રિક્ષા ડ્રાઈવર એ 108 આમોદ ના સ્ટાફ ની આ કામગીરી ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.




