BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

એસ.આર.એફ (SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામા આવેલ સમર કેમ્પનુ ઉત્સહાપૂર્ણ રીતે સમાપન કરવામા આવ્યુ.

નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરુચ જિલ્લાની કુલ ૩૫ શાળાઓમાથી નેત્રંગ તાલુકાની ૧૮ જેટલી પ્રાથમિક શાળાઓમા ૩૦ જેટલા સ્વયંસેવકોના સહોયોગથી ધોરણ 3 થી ૮ ના બાળકો સાથે સવારે ૭.૩૦ થી ૧૦.30 સમય દરમિયાન બાળકોમા સામાજિક, ભાવનાત્મક, રચનાતમ્ક, બોધિક અને શારીરિક, વિકાસના ઉદૈશથી ઉનાળાના વેકેશન દરમિયાન સમર કેમ્પમા વિવિધ પ્રવ્રુતિઓ આયોજન કરવામાં આવી. જે સમર કેમ્પ તા- 1 મે થી 31 મેં સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રોજની વિવિધ એક્ટિવિટીઓ અઠવાડિયા પ્રમાણે કરવામાં આવી હતી એમાં પહેલા અઠવાડિયામાં ચિત્ર સ્પર્ધા, બીજા અઠવાડિયામાં વાર્તા સ્પર્ધા ,ત્રીજા અઠવાડિયામાં વિજ્ઞાન લગતી જેમ બાળકો દ્વારા વિજ્ઞાન મૉડેલોની સ્પર્ધા અને મહિના છેલ્લા અઠવાડિયામા નાટક સ્પર્ધા કરવામાં આવી હતી.

સમર કેમ્પના સમાપન કાર્યક્રમ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ કરવા આવી જેમકે સ્વાગત ડાન્સ, નાટક, વાર્તા કથન અને વિવિધ ક્રુતીઓનુ પ્રદર્શન પણ કરવામા આવ્યુ.

આ સમર કેમ્પમા કુલ 1620 જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધાત્મક પ્રવ્રુતિઓ ઉત્સહાપૂર્ણ રીતે ભાગ લીધો હતો.જેમાં ધોરણ-3 થી 5 મા કન્યા ૮૧૦ અને કુમાર ૮૧૦ , સાથે ધોરણ 6 થી 8 મા કુમાર 810 અને કન્યા 810 બાળકોને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. પહેલા નંબર મેળવેલ બાળકોને ટિફિન બૉક્સ, બીજા નંબર મેળવેલ બાળકોને કંપાસ બોક્સ અને ત્રીજા નંબર મેળવેલ બાળકોને રાઇટીંગ પેડ જેવા ઈનામનું વિતારણ મહાનુભવોના વરધ હસ્તે આપવામા આવ્યુ હતું.

જેમ નેત્રંગ તાલુકાના બી.આર.સી કૉઓડીનેટ્ર હિરેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ વસાવા, કે.જી.બી શાળાના આચાર્ય પ્રિયંકાબૈન, ઉમરખડા હાઇસ્કુલના આચાર્ય રૂપેશ રજવાડી અને ગામના તમામ સરપંચ શ્રીઓ અને વાલીઓના ઉપસ્થિતીમા બાળકોને ઈનામ વિતરણ કરવામા આવ્યુ હતુ.

ત્યારબાદ હિરેન પટેલ સાહેબ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરતા વેકેશન દરમિયાન જે બાળકોને શિક્ષણનો લાભ લીધો અને ખૂબ જ જરૂરી એવા સમર કેમ્પ જેવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર દેખાઈ આવે છે તેમાં સરસ રીતે બાળકોને પ્રોત્સાહિત કર્યા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!